મહેસાણામાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું : કડી ના ધારાસભ્યએ અવાજ ઉઠાવતા ઊંઝાના ધારાસભ્ય હવે ક્યારે જાગશે ? સોશ્યલ મીડિયામાં ચર્ચા

મહેસાણામાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું : કડી ના ધારાસભ્યએ અવાજ ઉઠાવતા ઊંઝાના ધારાસભ્ય હવે ક્યારે જાગશે ? સોશ્યલ મીડિયામાં ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : કડીના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી ખુદ પોલીસ સ્ટેશન પહોંચી દારૂ બંધ કરવા માટે રજૂઆત કરતા મામલો ગરમાયો છે અને મહેસાણા જિલ્લામાં હવે દારૂ મુદ્દે રાજકારણ શરૂ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી એ દારૂબંધી સામે અવાજ ઉઠાવીને સરકાર સામે જ મોટો સવાલ ખડો કરી દીધો છે.કારણ કે તેમણે તેમના વિસ્તારમાં ચાલી રહેલી દારૂની રેલમછેલ ને રોકવા માટે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરવી પડી હતી. જોકે તાજેતરમાં કદાચ પહેલીવાર ભાજપના કોઈ ધારાસભ્યએ દારૂ મુદ્દે ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હશે !

જો કે, કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ દારૂના દુષણ સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે હવે ઊંઝામાં દારૂના દૂષણ સામે ધારાસભ્ય ક્યારે અવાજ ઉઠાવશે તેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજ માં દારૂ દૂષણ મુદ્દે ધારાસભ્ય ઊંઝા સામે સવાલો ખડા કરાયા છે.

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, "ઉંઝા વિધાનસભાના ધારાસભ્યને વડનગરના જાગૃત નાગરિકો દ્રારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કોઈ વાત ધ્યાને પર લેતા નથી વડનગર એટલે દેશના વડાપ્રધાનની માદરે વતન અને તેમનાજ માદરે વતનના ગ્રામીણ વિસ્તારમાં બિદાસ દેશી વિદેશી દારૂ ધંધા ચાલે છે તે પણ બંધ થવા જોઈએ.'

અત્રે નોંધનીય છે કે ઊંઝામાં પણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું દુષણ ની બદી ફૂલી ફાલી છે. જાણવા મળતી વિગતો અનુસાર ઉંઝામાં ફૂલી ફાલી રહેલા દારૂના દુષણને લઈને પીએમઓ સુધી ફરિયાદ પહોંચી છે જેને લઇને ઊંઝા પોલીસના પગ નીચે રહેલો આવ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ઊંઝાના ધારાસભ્ય પણ હવે કડીના ધારાસભ્ય ની જેમ દારૂ મુદ્દે અવાજ ઉઠાવે તેવી જન માંગ ઉઠી છે.