સુરત : ગરમીથી લોકો ત્રાહિમામ, સાંજના સમયે બગીચાઓ ઉભરાય છે : લેકવ્યું ગાર્ડનમાં તંત્રની બેદરકારી

સુરત : ગરમીથી લોકો ત્રાહિમામ, સાંજના સમયે બગીચાઓ ઉભરાય છે : લેકવ્યું ગાર્ડનમાં તંત્રની બેદરકારી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : હાલમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમી થી બચવા માટે લોકો જાતજાતના નુસખા અપનાવી રહ્યા છે.

સુરતમાં સાજના સમયે ખાસ કરીને બગીચાઓમાં લોકો ની ભારે ભીડ હોય છે. સુરતનામાં આવેલા લેક વ્યું ગાર્ડનમાં લોકોનો ભારે ઘસારો રહેતો હોય છે. ગાર્ડનમાં એક નાનું એવું સરોવર છે જ્યાં હાલમાં બોટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જોકે અહીં જવાની મનાઈ હોવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડ ના અભાવે નાના બાળકો છેક સરોવરના પાણી સુધી ઘસી જાય છે જેને લઈને કોઈ મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. જો કે ગરમીથી બચવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જે નીચે મુજબ છે.

ગરમીમાં ધ્યાન રાખવા જેવી બાબતો...

(૧) બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.

(૨) પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.

(૩) તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

(૪) તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વાસી ખોરાક લેવાનું ટાળો.

(૫) કેફી પીણું ના પીવું જોઈએ

(૬) બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ.

(૭) લાંબો સમય તડકામાં ન રહેવું, આચ્છા રંગના તેમજ સુતરાઉ કપડાં પહેરવાં હિતાવહ છે.

(૮) કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.

(૯) નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. 

લૂ લાગવાના લક્ષણો : 

• ગરમીની અળાઈઓ

• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.

• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા,

• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.

• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.

• ઉબકા અને ઉલ્ટી થવી.