કડકડતી ઠંડીની વચ્ચે ફરી રાજ્યમાં માવઠાની આગાહી

કડકડતી ઠંડીની વચ્ચે ફરી રાજ્યમાં માવઠાની આગાહી

Mnf network: કડકડતી ઠંડીમાં ફરીએકવાર રાજ્યમાં માવઠાના વાદળો ઘેરાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

એટલુ જ નહીં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે. કચ્છના નલિયામાં સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 15.6 ડિગ્રી પર પહોંચ્યો છે.પંજાબ અને હરિયાણામાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.

દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

દિલ્હી-એનસીઆરના હવામાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સંભાવના છે.

દિલ્હીના AQI વિશે વાત કરીએ તો સોમવારે અહીં AQI 330 હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI 'સારું' માનવામાં આવે છે, 51 અને 100 ની વચ્ચેનો AQI 'સંતોષકારક' છે, 101 અને 200 'મધ્યમ' છે, 201 અને 300 'નબળી' છે, 301 અને 400 'ખૂબ નબળી' છે અને 401 અને 5 વચ્ચે છે. 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય આસામ અને મેઘાલયમાં 19મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી સવારે ધુમ્મસ જોવા મળશે.