તમિલનાડુના ચાર જિલ્લામાં, પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ

તમિલનાડુના ચાર જિલ્લામાં, પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ

 Mnf network: તમિલનાડુ ના ચાર જિલ્લામાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે, દક્ષિણના જિલ્લા થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી અને કન્યાકુમારીમાં, વ્યાપક તબાહી સર્જાઈ છે. આ જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે.

સુરક્ષા દળોની મદદથી મોટા પાયે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ચાર જિલ્લા બાકીના તમિલનાડુથી અલગ થઈ ગયા છે.

 રાજ્યપાલ આરએન રવિએ મંગળવારે રાજભવન ખાતે, સંરક્ષણ અને કેન્દ્ર સરકારના વિભાગોના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે,' સોમવારે સવાર સુધીમાં 1,039 બાળકો સહિત 7,434 લોકોને, રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. મોબાઈલ ટાવર ધરાશાયી થવાને કારણે, કેટલીક જગ્યાએ નેટવર્ક ખોરવાઈ ગયું છે.'

રાજ્ય સરકારે મોડી રાત સુધી, જાનહાનિનો આંકડો જાહેર કર્યો ન હતો. જોકે ચાર જિલ્લામાં હજારો એકર પાક, ડૂબી ગયો છે. સેંકડો વાહનો ધોવાઈ ગયા છે. થમીરાબરણ નદીમાં ઉછાળો આવ્યો છે. ભારતીય નૌકાદળ પણ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. તમિલનાડુ સરકારે આર્મી અને એરફોર્સની પણ મદદ માંગી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી