ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોમાં મેક ઈન ગુજરાતના સ્ટોલ, જાણો સમગ્ર માહિતી
Mnf network: 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ .બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો . સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે
ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે. ભારતના સૌથી મોટા ટ્રેડ શોનુ PMના હસ્તે ઉદ્ઘાટન થશે.
ફાર્મા, પોર્ટ્સ, મરીન જેવા ક્ષેત્રોના ઉત્પાદનોનું પ્રદર્શન છે. ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, UAE, UK, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, રશિયા, જાપાન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, મોઝામ્બિક, તાન્ઝાનિયા, મોરક્કો, રવાન્ડા, થાઈલેન્ડ સહિત 20 દેશો ભાગ લેશે. ટેક્સ્ટાઈલ, ગાર્મેન્ટ, ગ્રીન હાઈડ્રોજન, એરક્રાફ્ટ, સેમીકન્ડક્ટર, સાયબર સુરક્ષા, મશીન લર્નિંગ આકર્ષણનું કેન્દ્ર રહેશે. 13 હોલમાં મેક ઈન ગુજરાત અને આત્મ નિર્ભર ભારતની થીમના વિવિધ સ્ટોલ અને પ્રદર્શનો છે. વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની ઉપસ્થિતિ રહેશે. અત્યાર સુધીમાં 72 દેશોમાંથી 72500 થી વધુ વ્યક્તિઓ, બિઝનેસ-ઇન્ડસ્ટ્રી સંસ્થાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું છે.
ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. રિવર્સ બાયર-સેલર મીટ, વેન્ડર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.