Breaking: સુરત ભાજપ કાર્યાલય બન્યું રણમેદાન : છુટ્ટા હાથની મારામારી નો વીડિયો વાયરલ

Breaking: સુરત ભાજપ કાર્યાલય બન્યું રણમેદાન : છુટ્ટા હાથની મારામારી નો વીડિયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : સુરત ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયમાં જ મહાનગરના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને દિનેશભાઈ સાવલિયા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, શિસ્ત અને સંસ્કારી ગણાતી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કાર્યાલયની અંદર છૂટા હાથે મારામારી થયાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

 જો કે કયા મામલે બોલાચાલી થઇ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. હાલ તો મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.