Big Breaking: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન બાદ આંતરરાષ્ટ્રીય ભાષા કોર્સ શરૂ કરવા મુદ્દે VNSGU ના કુલપતિ એક્શન મોડમાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : આજે સુરત ખાતે ડાયમંડ બુસના ઉદ્ઘાટન માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સ શરૂ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, નર્મદ યુનિ.માં વિવિધ આંતરાષ્ટ્રિય ભાષાઓના કોર્સ શરૂ કરે, જેથી આવનારા સમય માં અહી આવનારા આંતરાષ્ટ્રિય પ્રવાસીઓ માટે દુભાષિયાઓ ની ખુબ મોટી જરૂર પડશે.
આ સંદર્ભે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન મળ્યાના ૧૦ મિનિટમાં કુલપતિ ડો. કે. એ. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી ગઢવીએ વિવિધ આંતરાષ્ટ્રિય ભાષા કોર્સ શરૂ કરવા મામલે સોમવારે એકેડેમિક કાઉન્સિલમાં બોલાવી, જેમાં કેવા પ્રકારના કોર્સ શરૂ કરી શકાય તેની પર ચર્ચા થશે અને તાકીદે નિર્ણય પણ લેવાશે, સિન્ડિકેટ પણ તાકિદની બોલાવી શકે છે.