Breaking: રાજસ્થાનમાં ચૂંટણી ની તારીખ બદલાઈ

Breaking: રાજસ્થાનમાં ચૂંટણી ની તારીખ બદલાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજસ્થાનમાં હવે 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરનાં રોજ મતદાન થશે. કારણ કે લગ્નની સિઝન હોવાથી 23 તારીખના રોજ લગ્નના વધુ પડતાં મુર્હુત હતા જેથી મતદાનમાં કોઈ અસર ન પડે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજકીય પાર્ટીઓના સૂચન મુજબ ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો છે. ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરનાં આવશે. 

ભારતના ચૂંટણી પંચે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજસ્થાનનાં એક ચરણમાં વોટિંગ 23 નવેમ્બરનાં રાખવામાં આવી હતી પણ એ બાદ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજકીય દળ, સામાજિક સંગઠનો સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખોને લઈને પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો.