Breaking : સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Breaking : સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે. વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો.વિરોધ પક્ષ દ્વારા રામધુન ગાઈને શાસકોને સદબુદ્ધિ આપે તે મુજબનો દેખાવો કરવામાં આવ્યા હતાં.

પોલીસનું ટીંગાટોળી દરમ્યાન મહિલા નગર સેવકો સાથે અસભ્ય વર્તન

જોકે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ સખત વિરોધ કરતાં છેવટે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા 27 નગરસેવકોને અટકાયત કરવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા કરવામાં આવેલી ટીંગાટોળી દરમિયાન વિપક્ષના એક નગરસેવક બેભાન થઈ ગયા હતા જેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા તો બીજી બાજુ વિપક્ષ નેતા નો શર્ટ ફાટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું એટલું જ નહીં પરંતુ વિપક્ષ મહિલા કોર્પોરેટરો સાથે પોલીસે અસભ્યતા ભર્યું અને નિર્લજજતા ભર્યું વર્તન કર્યું હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.

AAP ના નગર સેવકો દ્વારા બે મુદ્દાઓને લઈ વિરોધ કરાયો.

આજની બજેટ સભાના એજન્ડા નં-20 થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની સોનાની લગડી જેવી કિંમતી જમીન સાવ મામુલી રકમ રૂપિયા 2.10/- પ્રતિ ચો.મી જેવા ભાવે 99 વર્ષના ભાડા પટ્ટે આપીને મહાનગરપાલિકાની તિજોરીને લૂંટવાનું કામ કર્યું છે. સરકારી જંત્રીના ભાવ સતત વધતા રહેતા હોય છે એવા સમયે સરકારી જમીનને મામુલી રકમમાં અને એ પણ લાંબા ગાળા માટે ભાડે આપીને પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કર્યું હોવાને લઈ વિપક્ષના AAP ના નગર સેવકો દ્વારા વિરોધ કરાયો હતો.
બજેટ સભામાં 24x7 નામની યોજના અંતર્ગત પાણીના મીટરો મૂકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે. તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી છે.જનતાલક્ષી માંગણીઓ ઉપર ધ્યાન આપવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં ઉપવાસ ઉપર બેસવા જતા વિરોધ થયો હતો.
વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો