શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં થયા ફેરફાર, જાણો આવતી કાલે દર્શનાર્થી માટે કયારે ખૂલશે દ્રાર

શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં થયા ફેરફાર, જાણો આવતી કાલે દર્શનાર્થી માટે કયારે ખૂલશે દ્રાર

Mnf network: શામળાજી: ભારદવી પૂનમના અવસરે શામળાજીની આરતી અને રાજભોગ સહિતના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે.. ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમ નિમિતે રાત્રી દરમિયાન હજારો ભક્તો પગપાળા શામળિયાના દ્વારે પહોંચશે જેના લીધે આવતી કાલે મંદિર વહેલી સવારે 5.00 કલાકે ખૂલશે.

શૃંગાર આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ 11.30 કલાકે ધરાવાશે. તો રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે. આરતી બાદ મંદિર બપોરે 12.30 કલાકે બંધ થશે. મંદિર ઉત્થાપન બપોરે 2.15 કલાક ખૂલશે. સંધ્યા આરતી સાંજે 7. 00 કલાકે થશે. શયન આરતી રાત્રે 8.15 કલાક થશે અને બાદ મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે.

ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીને 21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો

સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં યોજાયેલ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજી ચલણી નોટોથી 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે.