ખળભળાટ / સ્મીમેર હોસ્પિટલમાં દારૂની બોટલો ક્યાંથી આવી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ કેટલેક અંશે લાલિયાવાડી ચાલી રહી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના નવ નિયુક્ત વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા જ્યારે સ્મીમેરની મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી પકડાઈ ગઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા ની મુલાકાત અંગે નો વિડીયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે.જેમાં તેમણે મુલાકાત દરમિયાન અનેક ત્રુટીઓ શોધીને જવાબદાર અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જોકે એક બાજુ સુરત મહાનગરપાલિકા ડેન્ગ્યુના મચ્છરોને ખતમ કરવા માટે અભિયાન હાથ ધરતું હોય છે ત્યારે બીજી બાજુ સ્મીમેર જ ડેન્ગ્યુના મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન કેન્દ્ર જોવા મળ્યું હતું. તો અનેક ઠેકાણે સફાઈ નો અભાવ હતો.તો વળી ક્યાંક પાણીની પાઇપો લીકેજ હતી.
પાયલ સાકરીયા ની આ મુલાકાત દરમિયાન સૌથી ચોકાવનારી ઘટના એ જોવા મળી હતી કે સ્મીમેરમાં પણ દારૂની ખાલી બોટલો કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે શું આ બોટલો કોઈએ ફેંકી હશે કે પછી સ્મીમેર ના પટાંગણમાં જ દારૂ પીવા તો હશે ?સિક્યોરિટી સ્ટાફ શું કરતો હશે ?આવા અનેક સવાલો સામે જવાબદાર અધિકારીઓ પાસે કોઈ જવાબ મળ્યો ન હતો .
મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથે જોડાવા અમારી WhatsApp ચેનલ સબસ્ક્રાઈબ કરો. નીચેની લીંક પર ક્લિક કરો.
તમામ સમાચારોની અપડેટ મેળવવા જોડાઓ....????