ઊંઝા : નવનિયુક્ત પાલિકા પ્રમુખ એક્શન મોડમાં : બ્રિજના વાયરલ ફોટોને લઇ લીધો મહત્વનો નિર્ણય
પાલિકા પ્રમુખ દ્વારા સાંસદ ને પણ કરાઈ જાણ
સાંસદ શારદાબેન પટેલ ના કાર્યાળથી PWD વિભાગને આપવામાં આવી સૂચના
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા એ ધાર્મિક નગરી છે.અહીં દૂર દૂરથી અનેક ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દીર્ઘદ્રષ્ટા એવા પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો.આશાબેન પટેલે શહેરમાં ટ્રાફિક ન સર્જાય તે માટે બ્રિજ બનાવડાવીને ઊંઝાને ' લિટલ બ્રિજ સિટી ' ની એક નવી ઓળખ અપાવી છે.
જોકે તાજેતરમાં ઉનાવાથી ઉમિયાધામ, વિસનગર ચોકડી તરફ ના બ્રિજ પર મસ મોટા ગામડા પડ્યા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દીક્ષિતભાઈ પટેલને આ અંગે જાણ થતા માંડી સાંજે તેમણે તાત્કાલિક આ ગાબડા પુરવા માટે પાલિકાની ટીમને સૂચના આપી હતી.
અત્રે નોંધનીય છે કે આ બ્રિજ ના સમારકામ ની જવાબદાર PWD વિભાગની હોય છે. પરંતુ હાલમાં બ્રિજ પર પડેલા મોટા ગાબડાને લઈને કોઈ મોટો અકસ્માત ન સર્જાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તાત્કાલિક પાલિકા પ્રમુખે આ ગાબડા પૂરવા માટે પાલિકા તંત્રને સૂચનાઓ આપી હતી.જેને લઈને પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને આ ગાબડા પૂરી દેવામાં આવ્યા હતા. વધુમાં પાલિકા દ્વારા પીડબલ્યુડીને પણ લેખિતમાં જાણ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.