ઊંઝામાં 13258 હેકટરમાં રવિ પાકોનું વાવેતર : સૌ પ્રથમવાર 28 હેકટરમાં મગફળીનું વાવેતર કરાયું

ઊંઝા તાલુકામા 13258 હેકટરમાં રવિ પાકનું વાવેતર. ખેડૂતો એ રાયડો, એરંડા, ઘઉં જેવા પાકોનુ કર્યું છે વાવેતર 

ઊંઝામાં 13258 હેકટરમાં રવિ પાકોનું વાવેતર : સૌ પ્રથમવાર 28 હેકટરમાં મગફળીનું વાવેતર કરાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ઊંઝા પંથકમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી પડતા લોકો ઠુઠવાયા હતા અને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો ધારણ કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો તાપણા નો સહારો લીધો હતો. વધુ ઠંડીને લઈ  રવી પાકો પણ સારા થવાની સંભાવના ખેડૂતો માં સેવાઇ રહી છે. જોકે વધુ ઠંડીને લઈ કદાચ હિમવર્ષા થાય તો ફોગ થતા એરંડા સહિતના પાકને નુક્સાન થઈ શકે છે.


           ઊંઝા તાલુકામાં કુલ 13258 હેકટરમાં રવીપાકનુ વાવેતર થયુ છે. જે પૈકી રાયડો 3031 હેકટર ,ઘઉં 3640 હેકટર તેમજ તમાકુ 1202 હેકટર અને વરિયાળી 1019 હેકટર ,અજમો 1300 હેકટર ,મેથી 115 હેકટર શાકભાજી 374 હેકટર નું વાવેતર થયું છે. તેમજ ઊંઝા તાલુકામાં આ વર્ષ મગફળીનુ પ્રથમવાર 28 હેકટરમાં વાવેતર થયું છે. આ અંગે ઊંઝા ખેતીવાડી વિસ્તરણ અધિકારી રણજીતસિંહ એ જણાવ્યું હતુ કે ઊંઝા તાલુકામાં 13258 હેકટરમાં રવીપાકોનું વાવેતર થયેલ છે.બોર અને કેનાલ મારફતે ખેડૂતો સિંચાઈ કરી રહ્યા છે. બે દિવસ થી પડી રહેલ ઠંડીને લઈ જો હિમવર્ષા થાય તો એરંડા માં ફોગ થાય અને એરંડાના પાકને નુકસાન થઈ શકે છે.