Breaking : AAP અને સી.આર.પાટીલની રજૂઆત રંગ લાવી : આ વેરામાં 50 ટકા સુધીની મળશે રાહત, મંજૂરીની મહોર વાગી
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં મહાનગર પાલિકાની ૨૭ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઇ હતી જીત થતાની સાથે જ આમ આદમી પાર્ટી નગરસેવકોએ વિવિધ વેરાવળમાં પ્રજાને રાહત આપવા માટે મેયરને રજૂઆત કરી હતી જોકે આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કર્યા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પણ મેયર ને પત્ર લખીને 15 થી 25 ચોરસ મીટર સુધીના રહેણાંક મિલકત માં પણ વેરા અને યુઝર્સ ચાર્જમાં 50% તથા 25 ચોરસ મીટર સુધીની બિનરહેણાંક મિલકત માં 25% સુધીની રાહત આપવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે સી.આર.પાટીલ ની રજૂઆત ઉપર આજે મહાનગર પાલિકાએ મહોર મારી દીધી છે.
અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા લોકોને વિવિધ વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા તેનો અપ પ્રચાર કરવામાં આવતો હતો. પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ચૂંટાતા હવે ભાજપને અંદરખાને છૂપો ડર લાગી રહ્યો છે ત્યારે દિલ્હીના કેજરીવાલ મોડલને સુરત મહાનગરપાલિકાએ અપનાવ્યું છે.
AAP ના નગર સેવકોએ મેયરને કરી હતી રજૂઆત
આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર ને વિવિધ વેરાઓ માફ કરવા માટે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જેને લઇને ભાજપની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. જેથી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં 15 ચોરસ મીટર સુધી ના રહેણાંક મિલકત વેરા ચાર્જીસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આમ મહાનગરપાલિકાના આ નિર્ણયથી આમ આદમી પાર્ટી ની પ્રથમ પ્રજાલક્ષીય રજૂઆતો સંદર્ભે જીત થઈ હતી.
સી.આર.પાટીલે પણ કરી હતી ભલામણ
જોકે આમ આદમી પાર્ટી દ્વારા સંપૂર્ણ વેરામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે સુરત નવસારીના સાંસદ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ સુરત મહાનગરપાલિકાના મેયર ને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં 15 થી 25 ચોરસ મીટર સુધીના રહેણાંક મિલકત માં પણ વેરા અને યુઝર્સ ચાર્જમાં 50% તથા 25 ચોરસ મીટર સુધીની બિનરહેણાંક મિલકત માં 25% સુધીની રાહત આપવાની ભલામણ કરવામાં આવી હતી.
ભાજપને AAP નો છૂપો ડર
જોકે મહાનગરપાલિકાના પરિણામો પરથી સ્પષ્ટ થયું હતું કે સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં મતદારો ભાજપથી ખૂબ જ નારાજ છે. ત્યારે આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હજૂ પણ ભાજપને મોટો ફટકો પડી શકે એમ છે. જેથી પરિસ્થિતિનો ચિતાર સમજી ગયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ એ આમ આદમી પાર્ટી દ્વારા જે માગણી કરવામાં આવી તે જોતા તેમણે પણ મેયરને પત્ર લખી વધુ રાહત આપવા માટેની માંગ કરી છે. આમ ક્યાંક ને ક્યાંક ભાજપને હવે આમ આદમી પાર્ટીનો છૂપો ડર સતાવવા લાગ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.