સુરતમાં ભાજપમાં ભડકો : ભાજપના 100 થી વધુ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટીમાં માં જોડાયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નો જંગ બરાબર જામ્યો છે. વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ જાણે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહી છે. જોકે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ગાંધીનગરમાં બેઠેલા ભાજપના નેતાઓની ખુરશીના પાયા હચમચી ગયા છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હોમટાઉન માં જ આમ આદમી પાર્ટી ની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે જેને લઇ સુરત ભાજપના નેતાઓનું ટેન્શન વધવા લાગ્યું છે. સુરતના કતારગામ અને વરાછા માં મોટાભાગે પાટીદાર પ્રભુત્વ હોઇ ભાજપથી કંઈક અંશે નારાજ પાટીદારો હવે ભાજપ કોંગ્રેસ છોડીને ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરે તો નવાઈ નહીં.
જોકે થોડા સમય અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની ઓફિસ જે વિસ્તારમાં આવેલી છે ત્યાં જ આમ આદમી પાર્ટીએ ભવ્ય રોડ શો કરીને ભાજપના નેતાઓની ઉંઘ હરામ કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ સુરતના કતારગામ વરાછા સહિતના અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી મોટી મોટી સભાઓ ગજવી રહી છે. જોકે જન સૈલાબ આપમેળે આમ આદમી પાર્ટીની સભાઓમાં ઊમટી પડે છે ત્યારે ભાજપની સભામાં જનમેદની ઉભી કરવા માટે ભાજપના નેતાઓએ ભારે જહેમત ઉઠાવવી પડે છે.
તો વળી, મનપાના વોર્ડ 3માં 500 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. પાસોદરા ગામના સરપંચ સહિત 500 લોકો AAPમાં જોડાયા છે. ભાજપના 100થી વધુ પેજ પ્રમુખો પણ AAPમાં સામેલ થયા છે. પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા. ભાજપે વોર્ડ 3માં આયાતી ઉમેદવારો ઉતારતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં લોકોને પોતાની ઈમાનદારી દર્શાવી હતી. જાહેર સભામાં સંભળાવી ઓડિયો ક્લીપ સંભળાવી હતી. ગોપાલ ઈટાલિયા ઓડિયો ક્લીપ સંભળાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ ઓડિયો ક્લિપ ગોપાલ ઈટાલિયા અને સુરતના એક વ્યક્તિ રતનસિંહ વચ્ચેની વાતચીતનો છે. રતનસિંહ ઓડ નામના વ્યકિતએ ગોપાલ ઈટાલિયાને ફોન કરીને કહ્યું કે, ગોરધનભાઈનો દિકરો બિનહરીફ ચૂંટાઈ શકે છે. જે બાદ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આવી વાત કરતા શરમ આવવી જોઈએ.