AAP ના RTI સેલના એક્ટીવિસ્ટને વરાછા પોલીસ સ્ટેશનમાં ACP સી.કે.પટેલ દ્વારા ઢોર માર માર્યાનો આક્ષેપ

AAP ના RTI સેલના એક્ટીવિસ્ટને વરાછા પોલીસ સ્ટેશનમાં ACP સી.કે.પટેલ દ્વારા ઢોર માર માર્યાનો આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના આરટીઆઇ સેલના એક્ટિવિસ્ટ તેમજ એડવોકેટ રજનીકાંત પાંચાણી ને ACP સી કે પટેલ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થતા ફરીથી એકવાર સુરત પોલીસની કામગીરી સામે સવાલો ખડા થયા છે. જોકે હાલમાં રજનીકાંત પાંચાણી સુરત સીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરો પાસેથી મળેલી વિગતો મુજબ, અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વકીલ ને મારવામાં આવેલ તેના અનુસંધાને કરેલ RTI ના અનુસંધાને RTI અપીલ ની સુનાવણીમાં બોલાવી એડવોકેટ અને આમ આદમી પાટીઁના RTI સેલના એક્ટીવિસ્ટ રજનીકાન્ત પાચાંણીને વરાછા પોલીસ સ્ટેશનમાં  બોલાવી પોતાના માહિતી અધિકારીને બચાવવા માટે દ્વેષભાવ  રાખીને પોતાની કેબિનમાં ખેચી લઈ જઇ ડી સ્ટાફના જવાનોને બોલાવી અને પોતે ACP સી.કે.પટેલ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં પાચાંણીને ઢોર માર મરાયો અને તેમજ પોલીસ કામગીરીમાં વિક્ષેપ જેવો ગુનો નોધંવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.હાલ રજનીકાંત પાંચાણી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.