સુરત : સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયેલ આરોગ્ય મંત્રીને લોકોએ ખરી ખોટી સંભળાવી, સી.આર.પાટીલ કેમ સ્તબ્ધ થઈ ગયા ?

સુરત : સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયેલ આરોગ્ય મંત્રીને લોકોએ ખરી ખોટી સંભળાવી, સી.આર.પાટીલ કેમ સ્તબ્ધ થઈ ગયા ?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લોકોની રજૂઆતો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા

લોકોની રજૂઆતો બાદ સીઆર પાટીલે કરી મહત્વની જાહેરાત

5000 ઇન્જેક્શન મફત આપવાની કરી જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   સુરતમાં કોરોના ને પરિણામે ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. એક બાજુ બેડ નો અભાવ છે, ઓક્સિજન નો અભાવ છે, તો જીવન રક્ષક ગણાતા રેમડેસીવરવર ઇન્જેક્શનો પણ અભાવ છે. ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સાથે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ પણ સિવિલ ની મુલાકાત લીધી હતી ત્યારે લોકોએ તેમની સામે પ્રશ્નોની વણઝાર વરસાવીને તેમનો ઉધડો લીધો હતો.

જોકે ભાજપ પ્રદેશ પ્રમુખ સામે પણ લોકોએ પોતાનો બળાપો કાઢયો હતો ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવી આર પાટીલે ભાજપ દ્વારા 5000 ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીનો લોકોએ ઉઘાડો લેતા કહ્યું કે, પોતાના જ શહેરમાં જે નેતા વ્યવસ્થા ના કરી શકે તે સમગ્ર રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધા કેવી રીતે પહોંચાડી શકશે. પહેલા તબક્કામાં પણ જીવન રક્ષક ઇન્જેક્શનો માટે લોકો વલખાં મારતા રહ્યા અને બીજા તબક્કામાં પણ એ જ શરમજનક સ્થિતિ છે. કરોડો રૂપિયા ખર્ચો કરીને સુવિધા ઉભી કરવાની વાતો કરનાર સરકારના મંત્રી પોતાના શહેરમાં વિકટ સ્થિતિમાં પણ જીવન રક્ષક ઇન્જેક્શનો પૂરતો જથ્થો પૂરો પાડી ન શકતા સદંતર નિષ્ફળ થયા છે.લોકોનો ભારે રોષ કુમાર કાનાણી સમક્ષ દેખાયો હતો.