સુરત : SMC અધિકારીઓ મેયરનું પણ સાંભળતા નથી, પ્રધાનમંત્રીને પાણી ભરાવવાની સ્થિતિને લઈ ટ્વીટ કરાયું

સુરત : SMC અધિકારીઓ મેયરનું પણ સાંભળતા નથી, પ્રધાનમંત્રીને પાણી ભરાવવાની સ્થિતિને લઈ ટ્વીટ કરાયું

સ્માર્ટ સિટીના નામે વાહ વાહી લુટતા ભાજપ મેયરના નબળા વહીવટની ખુલી પોલ.

પાણી ભરાતા વહેલી સવારે મેયરને જાણ કરાઈ હોવા છતાં પણ કોઈ અધિકારીઓ ફરક્યા જ નહીં

સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ સામે મેયરનું પણ કાંઈ જ ઉપજતું ન હોય તેવું ચિત્ર ઉભું  થયું

આ વિસ્તારના સક્રિય કોર્પોરેટર કૈલાશબેન સોલંકી દ્વારા પણ મહાનગરપાલિકાના અધિકારીઓને પાણી ભરાવવા અંગે અવારનવાર કરાયેલી રજૂઆતો છતાં અધિકારીઓની મનમાની

આ વિસ્તારના પાણી ભરાવાના દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટ કરાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત (દિખા સો લિખા) : સુરતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે મેઘરાજાના આગમન ની સાથે જ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની પ્રિમોન્સૂન ની કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાના કિસ્સા અનેક સ્થળે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. વરસાદ પડતા ની સાથે જ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. તો વળી કેટલીક જગ્યાએ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ જવાથી લોકોના વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ જોવા મળી છે.

સુરતના વીઆઈપી રોડ પર વેસુ ભરથાણામાં ભગવાન મહાવીર કોલેજ પાસે તેમજ સુમનભાર્ગવ પ્રધાનમંત્રી આવાસ પાસે રસ્તા પર પાણી ભરાઈ જવાથી વહેલી સવારે પોતાના કામ ધંધે જનારા શ્રમિકો અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ પણ કોલેજ સુધી પહોંચી શક્યા ન હતા. તો ક્યાંક વળી એવા દ્રશ્ય જોવા મળ્યા હતા કે વાલી પોતાના બાળકને શાળામાં પહોંચાડવા માટે પોતાના ખભે બેસાડીને લઈ જતા હોવાનું પણ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું.

જાણવા મળતી વિગતો અનુસાર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ અહીંયા કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરી હોવાની પોલ આ વરસાદમાં ખુલી ગઈ હતી. આ વિસ્તારના સક્રિય નગરસેવક કૈલાશબેન સોલંકી દ્વારા પણ મહાનગરપાલિકાને અવારનવાર મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કેટલાક અધિકારીઓ જાણે પ્રધાનમંત્રી કરતા પણ વધારે પાવર ધરાવતા હોય એમ છાંકટા બનીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતના વિકાસમાં જેનો અમૂલ્ય ફાળો છે એવા કમિશનર બંછા નિધિ પાાાની  આવા છાંકટા બનેલા અધિકારીઓ સામે લાલ આંખ કરશે કે પછી ?