AAP નેતા દિનેશ કાછડીયાની SMC સત્તાધીશોને ચીમકી : .........તો આ ફલાય ઓવર બ્રિજનું જનતા લોકાર્પણ કરવામાં આવશે

AAP નેતા દિનેશ કાછડીયાની SMC સત્તાધીશોને ચીમકી : .........તો આ ફલાય ઓવર બ્રિજનું જનતા લોકાર્પણ કરવામાં આવશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરતને ડાયમંડ નગરી ઉપરાંત બ્રિજ નગરી પણ કહેવામાં આવે છે કારણકે અહીં અનેક લાંબા બ્રિજનું નિર્માણ થયું છે. જેથી વધતી જતી વસ્તી અને ટ્રાફિકના પ્રમાણમાં સરળતાથી પરિવહન થઈ શકે. સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કતારગામ વેડ દરવાજા થી જીલાની બ્રિજ સુધીનો ઓવરબ્રિજ તૈયાર કરાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઓવર બ્રિજ ક્યારે ખુલ્લો મુકવામાં આવશે તેની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દિનેશભાઈ કાછડીયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે કતારગામ વેડ દરવાજા થી જીલાની બ્રિજ ને જોડતા ફ્લાયઓવર બ્રિજ ની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ આ ઓવર બ્રિજ હાલ તૈયાર થઈ રહ્યો છે. હવે લોકોની સુવિધા માટે ઝડપથી આ ઓવર બ્રિજને ખુલ્લો મુકવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. એટલું જ નહીં જો આગામી પંદર દિવસ મા આ બ્રીજને ખુલ્લો મુકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા નગરજનોને સાથે રાખીને તેનું જનતા લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે નગરજનોની સુવિધા માટે તૈયાર થયેલા ઓવરબ્રિજને મહાનગરપાલિકા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે કે પછી આમ આદમી પાર્ટી નગરજનોને સાથે રાખી જનતા લોકાર્પણ કરશે ?