સુરત : SMC વિરોધ પક્ષના AAPના નેતાના પત્રથી મેયર સહિત ભાજપના નેતાઓના iphone ના સ્વપ્ન થશે ચકનાચૂર ? રાજકારણ ગરમાયુ

સુરત : SMC વિરોધ પક્ષના AAPના નેતાના પત્રથી મેયર સહિત ભાજપના નેતાઓના iphone ના સ્વપ્ન થશે ચકનાચૂર ? રાજકારણ ગરમાયુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  ભાજપશાસિત સુરત મહાનગરપાલિકા દ્વારા સમય પૂર્વે જ્યારે જગદીશ પટેલ મેયર પદે હતા ત્યારે પાલિકાના પદાધિકારીઓ ને ડિજિટલ કામગીરી માટે તેમ જ લોકો સંપર્ક કરી શકે તે માટે android phone તરીકે મોંઘાદાટ iphone આપવામાં આવ્યા હતા. આ iphone ની ખરીદીનો ખર્ચ મહાનગર પાલિકાના ચોપડે ઉધારાયો હતો. જે આવક લોકોના વેરામાંથી મહાનગરપાલિકાને પ્રાપ્ત થતી હોય છે. તેમાંથી વિકાસ કાર્યો કરવાને બદલે મોંઘાદાટ iphone ખરીદીને શાસકોએ માત્ર સ્વ ના વિકાસમાં જ વધારે રૂચિ હોવાનું ચરિતાર્થ કર્યું હતું જેને લઇને જે તે સમયે ભારે વિરોધ પણ થયો હતો.

ત્યારે હવે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એકવાર પુનઃ ભાજપને સત્તા પ્રાપ્ત થઇ છે. જોકે આ વખતે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા નગરસેવકો પણ ચૂંટાયા છે. ત્યારે વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા અને iphone આપવાની વિચારણા ચાલી રહી હોવાનું તેમને જાણવા મળ્યું છે.

ત્યારે વિરોધ પક્ષના નેતાએ વિડિયો ના માધ્યમથી જણાવ્યું છે કે શહેરની જનતાના ટેક્સના નાણાં નો ઉપયોગ મોંઘાદાટ iphone ખરીદવામાં કરવાને બદલે વિકાસ કાર્યોમાં થવો જોઈએ. પદાધિકારીઓને જો ફોન આપવો જરૂરી હોય તો સામાન્ય એન્ડ્રોઇડ ફોન પણ આપી શકાય છે અને આ એન્ડ્રોઈડ ફોનથી પણ તમામ ડિજિટલ કાર્યો થઈ શકે છે. ત્યારે iphone જેવા લાખ લાખ રૂપિયાના મોંઘાદાટ ફોન ખરીદવા નો શો અર્થ? જો કે તેમણે મ્યુનિસિપલ સેક્રેટરીને પત્ર લખીને i-phone આપવામાં આવે તો તે લેવાનો ઇનકાર કરી સાચા અર્થમાં આમ આદમી પાર્ટી પ્રજાની સેવક છે તેે વાતનેે ચરિતાર્થ કરી છે.