સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયનો કતારગામમાં ડંકો : 16 વિદ્યર્થીનીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયનો કતારગામમાં ડંકો :  16 વિદ્યર્થીનીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ધોરણ ૧૦ ના માર્ચ 2022 ના પરિણામમાં સુરતના વેડ રોડ ખાતે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલયની વિદ્યર્થીનીઓએ કતારગામ વિસ્તારમાં પરિણામ નો એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જેમાં શાળાની ધોરણ 10ની 16 જેટલી વિદ્યાર્થિનીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો . જ્યારે 30 જેટલી વિદ્યાર્થિનીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 94 ટકા આવેલ છે.

ઝળહળતી સફળતા વિશે વિદ્યાર્થિનીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા બોર્ડની પરીક્ષાના અંત સમય સુધી અમને સંપૂર્ણ રિવિઝન કરાવીને પેપર લખવાની પ્રેક્ટિસ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ દ્વારા સતત અમને આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું વિદ્યાર્થિનીઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી નિયમિત મહેનત અને શાળાના સહયોગને કારણે અમે ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકયા છીએ. ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરનાર કેટલીક વિદ્યાર્થીનીઓ મધ્યમ પરિવારમાંથી આવતી હતી જેમણે સતત મહેનત કરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરીને તેમના માતા-પિતા પરિવાર,સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે.

શાળામાં ધોરણ 12 નું પરિણામ પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે. જેમાં શાળાની ૨૨ જેટલી વિદ્યાર્થિનીઓએ 90થી વધારે PR પ્રાપ્ત કર્યો છે. જ્યારે 15 જેટલી વિદ્યાર્થીનીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.શાળાનું પરિણામ 88 ટકા આવ્યું છે.