પાયોનિયર સ્કુલ માંથી બોલું છું, ભાજપને મત આપજો : વાલીએ કહ્યું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશો ?

પાયોનિયર સ્કુલ માંથી બોલું છું, ભાજપને મત આપજો : વાલીએ કહ્યું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજકારણની આભડછેડ હવે શૈક્ષણિક સંસ્થાઓને પણ સ્પર્શી ગઈ છે. સુરતની એક શાળામાં ભાજપનો પ્રચાર કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.વિદ્યાર્થીઓના વાલીઓને ભાજપને મત આપવા ફોન કરાય રહ્યા છે. શિક્ષિકાએ ફોન કરી ભાજપના ઉમેદવારને મત આપવા પ્રચાર કરી રહ્યા છે. શાળાના મત આપવાના પ્રચારથી વાલીઓમાં રોષની લાગીણી ભભૂકી ઉઠી હતી.

વાયરલ ઓડિયો માં શુ થઈ વાતચીત ?

શિક્ષિકાઃ હું પાયોનિયર સ્કૂલમાંથી બોલું છું. આપણા અરૂણા મેડમ છે તેને ભાજપની ટિકિટ મળેલ છે. તો ભાજપને મત આપી તેમને વિજયી બનાવવાના છે  

વાલીઃ મને એવું લાગે છે કે તમે પાયોનિયર સ્કૂલમાં છો પણ દૂરુપયોગ કરતાં હોય તેવું લાગે છે વાલીઓને  

શિક્ષિકાઃ આતો અમે ખાલી જાણ કરીએ છીએ  

વાલીઃ તો આ અમે તમને ડેટા આપેલાં છે તે સ્કૂલ માટે આપેલાં છે કે પ્રચાર માટે?  

શિક્ષિકાઃ આ ડેટા અમારો પર્સનલ છે  

વાલીઃ પર્સનલ તમારો ન કહેવાય ને? તમે પ્રચાર કરો છો, તમે ભાજપનો પ્રચાર કરો છો, તમારી બધી વાત બરાબર પણ આ તમારા પ્રચાર કરવા માટેનો ડેટા નથી. છોકરાઓને ભણાવવા માટેનો ડેટા છે. તમે ગેરમાર્ગે વાલીને ન દોરો  

શિક્ષિકાઃ આ તો અમે તમને કહીએ છીએ...તમારે જેને વોટ આપવો હોય તેને આપજો  

વાલીઃ આ એક પ્રચારની વસ્તુ છે. સમજ્યા તમે    

શિક્ષિકાઃ એમાં શું વાંધો પડ્યો તમને?  

વાલીઃ હું તમને એક બીજો નંબર આપુ છું તેમાં તમે આમ આદમી પાર્ટીને મત આપવાનો પ્રચાર કરશો  

વાલીઃ સ્કૂલના નામથી તમે દૂરઉપયોગ કરો છો પ્રચારમાં એવું મને દેખાય છે