કોરોનાના કેસો વધતા હવે SMC કમિશ્નરે આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાને લઈ કર્યો મોટો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત (જશવંત પટેલ) : હાલમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ એકવાર ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે સુરતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.સુરતમાં કોરોનાના કેસ નો આંકડો 2000 સુધી પહોંચવા આવ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કલસ્ટર ઝોન જાહેર કરાઈ સાવચેતીના ભાગ રૂપે લોક જાગૃતિ ના તમામ પ્રયાસો હાથ ધરાયા છે.શહેરમાં ટેસ્ટિંગ સાથે સાથે વિદ્યાર્થીઓમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.
જો કે 'પાણી પહેલા પાળ '(prevention is better than cure) માટે SMC કમિશ્નર બંછા નિધી પાની શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર્સ શરૂ કરવા માટે 27 જેટલી સંસ્થાઓ સાથે બેઠક કરશે . આ તમામ સાથે મંગળવારે મીટિંગ કરીને હવે ફરી સેન્ટર ચાલુ કરવા અંગે ચર્ચા - વિચારણા કરશે . દિવાળી બાગ કોમ્યુનિટી હોલ , અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા અને શ્રી જૈન શ્વે . મૂ . પૂ . યુવક મહાસંઘ પ્રાયોજીત સંપતિ કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવાની તૈયારી બતાવવામાં આવી છે . અત્રે નોંધનીય છે કે કોરોના ની બીજી લહેર માં સુરતમાં અનેક ઠેકાણે isolation સેન્ટર શરૂ કરાયા હતા જેમાં લોકોને ઘણી મોટી રાહત થઇ હતી અને isolation સેન્ટ્રર કોરોના સામે એક મજબૂત હથિયાર સાબિત થયા હતા.આ મુદ્દે આજે સ્થાનિક કોર્પોરેટર તેમજ જૈન અગ્રણી કેતન મહેતા તેમજ માજી ડેપ્યુટી મેયર નિરવ શાહે કોમ્યુનિટી સેન્ટર માટે સંપૂર્ણ તૈયારી હોવાની વાત જણાવી છે.