સુરત : ઉત્તરાયણ પૂર્વે સુરતીઓ માટે મેયરે કર્યું એવું કામ કે જાણીને કહેશો ' Thanks Mayor'
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત (જશવંત પટેલ) : ઉત્તરાયણને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ખૂબ જ આનંદ પૂર્વક પૂરજોશમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. સુરતી ઓ મન મૂકીને પતંગ અને દોરા ની હાલમાં ખરીદી કરી રહ્યા છે .ત્યારે બીજી બાજુ ઉતરાયણ માં દોરી ને કારણે કેટલીકવાર પશુઓના તો કેટલીકવાર વાહનચાલકોના ગળામાં દોરી ભરાઇ જવાથી આ અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે સુરતીઓ માટે સદાય ચિંતિત રહેતા મેયરે આજે સુરતના બ્રિજ ઉપર જઇ મુલાકાત લીધી હતી અને બ્રિજ પર તાર બાંધવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પૂર્વે દોરી થી થતા અકસ્માતો નિવારવા માટે તમામ બ્રિજ પર તાર બાંધવામાં આવતા હોય છે જેથી બ્રિજ પરથી પસાર થતાં ચાલકોના ગળામાં દોરી ફસાઈ ન જાય અને અકસ્માત થતો અટકે. ત્યારે સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલા એ રૂબરૂ સ્થળ પર અધિકારીઓ સાથે જઈને મુલાકાત કરી હતી. મેયરે સુરતીઓને સંદેશ પાઠવતા જણાવ્યું છે કે, "હું મારા સૌ સુરતી પરિવારજનોને વિનંતી કરું છું કે આ ઉત્તરાયણમાં કોઈપણ અકસ્માતને નિવારવા સાવચેતી રાખશોજી"