AAP નો પ્રહાર : સી.આર.પાટીલે ઇન્જેક્શન ઉપર શરૂ કરેલી ભગવાકરણ ની રાજનીતિ કેટલે અંશે યોગ્ય ? ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ?

AAP નો પ્રહાર : સી.આર.પાટીલે ઇન્જેક્શન ઉપર શરૂ કરેલી ભગવાકરણ ની રાજનીતિ કેટલે અંશે યોગ્ય ? ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ?

જરૂરી દવાઓ અને રેમેડેસિવયર ઇન્જેક્શન સિવીલ અને સ્મીમેર હોસ્પિટલોમાં લોકોને મળતા નથી અને રાજય સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નિવડેલ છે ત્યારે આવી ગંભીર કટોકટીના સમયે રાજકરણ કરી એ જ ઇન્જેક્શનો ભાજપ કાર્યાલય પરથી મળી રહેશે આવી ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાત કેટલી યોગ્ય છે ? : AAP

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ભાજપ અધ્યક્ષ પાટીલ ની જાહેરાત બાદ આજે ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શનું વિતરણ શરૂ થતા રાજકારણ ગરમાયું છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરકારને ભાજપના ઇન્જેક્શન વિતરણ સાથે કાંઈ લેવાદેવા નથી. ત્યારે સુરત આમ આદમી પાર્ટી દ્વારા ઇન્જેક્શન વિતરણ ને લઈને અનેક સવાલો ખડા કરવામાં આવ્યા છે. જેમાં એક અખબારી યાદીમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે,  જ્યારથી કોરોનાની પરિસ્થિતી ખુબ જ વિકટ બની છે ત્યારે કોરોના પ્રોટોકોલ પ્રમાણે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે રેમેડેસિવીયર ઇન્જેક્શનોની મોટા પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. થોડા દિવસ અગાઉ ગુજરાતના મુખ્યંમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ જંયતી રવિ સહિતનાએ સુરત આવી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. અને સુરતના પ્રશાસન સાથે મીટીગ યોજ્યા બાદ મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે આજે રાત્રે ૨૫૦૦ ઇન્જેક્શનો સુરત પહોચી જશે તેમજ વધુમાં એવુ જણાવાયેલ કે 3 લાખ ઇન્જેક્શનોનો ઓર્ડર અપાઇ ચુક્યો છે એટલે હવે પછી ઇન્જેક્શનોની ઘટ નહિ પડે ને પુરતા ઇન્જેક્શનો મળી રહેશે.

ત્યારબાદ ૬/૪/૨૧ ના રોજ સુરત કલેક્ટર ધવલ પટેલ દ્વારા જાહેરનામુ બહાર પડાયેલ કે જે પ્રાઇવેટ હોસ્પિટલના દદીઁઓને ઇન્જેક્શનની જરુરીયાત હોય તેને ઓનલાઇન મેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે જે મુજબ તેમને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. પણ દુખ સાથે કહેવુ કે આ રજીસ્ટ્રેશન કરાવેલ દદીઁઓને પણ ઇન્જેક્શનો ઉપ્લબ્ઘ કરાવી શક્યા નથી.ત્યારે લોકો ઇન્જેક્શન માટે ૪-૫ કલાક લાઇનમાં ઉભા રહી ઇન્જેક્શનો માટે સિવિલ અને સ્મીમેરમા વલખા મારી રહ્યા છે તેમજ પ્રાઇવેટ મેડીકલ અને એજન્સીઓમાં મસમોટો ભાવ ચુકવીને પણ પોતાના પરીવારજનોને બચાવવા મજબુર બન્યા છે એવા વખતે ગુજરાત ભાજપના અઘ્યક્ષ સી.આર.પાટીલે સુરતની સિવિલ હોસ્પિટલ પહોચીને એવી જાહેરાત કરી કે  પાંચ હજાર ઇન્જેક્શન ભાજપ તરફથી આપવામાં આવશે જે લોકોને ઇન્જેક્શનની જરુરીયાત હોય તે ભાજપનો સંપર્ક કરે.

પરંતુ ઇન્જેક્શનો પુરી પાડવામા સરકારનું વહીવટીતંત્ર  નિષ્ફળ નિવડેલ હોય ત્યારે ભાજપ અધ્યક્ષ કેવી રીતે જાહેરાત કરી શકે કે ઇન્જેક્શનો માટે ભાજપનો સંપર્ક કરવો. બીજુ કે સી.આર.પાટીલ પોતાને સરકારી સીસ્ટમથી ઉપર ઉપર સમજે છે ? કોઇપણ દવા કે ઇન્જેક્શન અધિકૃત કરાયેલ સંસ્થા વહેચણી કરી શકે છે તો ભાજપ કાર્યાલયને આ ઇન્જેક્શનો વહેચણી કરવાનો પરવાનો કોને અને ક્યારે આપ્યો ? આ કાયદાનો પણ સરેઆમ ભંગ છે. સી.આર.પાટીલની આ જાહેરાત બાદ ગઇકાલે સુરત કલેક્ટર ધવલ પટેલ દ્વારા એવુ જાહેરનામુ બહાર પડાયેલ કે સિવીલ અને સ્મિમેરમાં જથ્થો વધારે નહિ હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલોને ઇન્જેક્શનો મળશે નહિ તો સી.આર.પાટીલ પાસે આટલા મોટા માત્રામાં ઇન્જેક્શનનો જથ્થો ક્યાથી આવ્યો ? બીજુ કે સિવીલ હોસ્પિટલોમાં દાખલ દદીઁઓ શું ભારતના નથી ? સી.આર.પાટીલ માત્ર પોતાનુ નામ ચમકાવવા અને ભાજપનો વ્યાપ વધારવા કોરોના મહામારીને પણ મહોત્સવ બનાવીને પોતાની હલકી રાજનીતી ચમકાવી રહ્યા છે.
 
સરકારી વહીવટી  વિભાગને  વિનંતી કરીએ છીએ કે સમગ્ર શહેરની જનતાને હવે દવાઓની શોધખોળમાં પોતાના સ્વજનો માટે આમતેમ દોડવાની ફરજ પડી રહી છે તથા ઘણાં આખે આંખા પરિવારો કોરોના સંક્રમિત થયેલ હોય પરિસ્થિતિ ખુબ જ કફોડી બની ગયેલ છે તેમજ દવાઓ ઇંજેકશન અને હોસ્પિટલોની ઉપલબ્ધતા બાબતે પ્રજા ગેરવહીવટના કારણે લુંટાવા મજબુર બની ગયેલ છે. સમગ્ર શહેરમાં પાલિકા ઘ્વારા જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરેલ છે તેના સહિત તમામ હોસ્પિટલોમાં રીઝર્વ અને અનરીઝર્વમાં ખાલી તમામ પ્રકારના બેડ જરૂરી દવાઓ તથા ઇંજેકશનોનો સ્ટોક,  વેન્ટીલેટર સહિતની તમામ માહીતી ઓનલાઇન કરી તથા એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવો અત્યંત જરૂરી છે તથા કાળાબજારીને રોકવા ઓનલાઇન ફરિયાદો લઇ સખ્ત કાયદેસરના પગલાં લઇ પ્રજાને પડતી હાડમારી યુઘ્ધાના ધોરણે દુર કરવી અત્યંત જરૂરી છે.