Breaking : કોંગ્રેસને પાટીદારો સાથેની ગદ્દારી ભારે પડી : આ દિગજ્જ પાટીદાર નેતાનું કોંગ્રેસ માંથી રાજીનામુ

Breaking : કોંગ્રેસને પાટીદારો સાથેની ગદ્દારી ભારે પડી :  આ દિગજ્જ પાટીદાર નેતાનું કોંગ્રેસ માંથી રાજીનામુ
જીગ્નેશ મેવાસા
Breaking : કોંગ્રેસને પાટીદારો સાથેની ગદ્દારી ભારે પડી :  આ દિગજ્જ પાટીદાર નેતાનું કોંગ્રેસ માંથી રાજીનામુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી ને લઈને ભાજપ કરતાં પણ વધારે દાવાનળ ફાટયો છે. ત્યારે અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ ટિકિટ ફાળવણીમાં થયેલ નારાજગી મુદ્દે કોંગ્રેસ માંથી રાજીનામું ધરી દીધું છે. તો બીજી બાજુ સુરતમાં પણ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાબતે ગદ્દારી કરતા પાટીદારો કોંગ્રેસ સામે બરાબર ગિન્નાયા છે.

કોંગ્રેસે આ વખતે પાસ નેતા ધાર્મિક માલવિયાને મહાનગરપાલિકાની ચુંટણી માટે ટિકિટ આપી હતી સાથે સાથે અન્ય મજબૂત દાવેદારોને ટિકિટ આપવા માટે પણ કોંગ્રેસે વચન આપ્યું હતું. પરંતુ અંત સમયે કોંગ્રેસ વચન પાળવામાં નિષ્ફળ નીવડી હતી જેથી ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. બીજી બાજુ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ પણ પાટીદારો સાથે થયેલી ગદ્દારી ને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓને વરાછામાં સભા કરવા માટેની ચેલેન્જ કરતી હતી.

જો કે પાટીદારો સાથે કોંગ્રેસે ગદ્દારી કરી છે તેવો અહેસાસ થતાં અનેક કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતાઓ માં નારાજગી જોવા મળી હતી જેને પગલે સુરતના કતારગામ ના જીગ્નેશ જીવાણી ઉર્ફે જીગ્નેશ મેવાસા એ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ માંથી મહા મંત્રી પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત સોસીયલ મીડિયા મારફતે કરી છે જેને લઈને કોંગ્રેસ ના ગાંધીનગર બેઠેલા નેતાઓ ના પાયા હચમચી ઉઠયા છે. જીગ્નેશ મેવાસા એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાંથી એક પછી એક પાટીદારોએ શેડો ફાડતા ચૂંટણી પહેલાં જ જાણે કોંગ્રેસ જંગ હારી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે જોકે જીગ્નેશ મેવાસા બાદ હજુ પણ કોંગ્રેસના કેટલાક પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે

જીગ્નેશ મેવાસા ની ફેસબુક પોસ્ટ.....

https://m.facebook.com/story.php?story_fbid=3542627425863646&id=100003492704727