સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરની આંતરિક બદલી : બંને અધિકારીઓએ રચ્યો છે ઇતિહાસ, જાણો

સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરની આંતરિક બદલી : બંને અધિકારીઓએ રચ્યો છે ઇતિહાસ, જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા મોટા પાયે ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોની આંતરિક બદલી કરવામાં આવી છે.જેમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર ને સુરત મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ત્રણ વર્ષનો તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે સુરતને સ્વચ્છતા અને સાયકલિંગ ક્ષેત્રે ખૂબ જ અગ્ર હરોળમાં મૂક્યું છે. જોકે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાની ની કાર્યપદ્ધતિ ખૂબ જ પ્રશંસનીય રહી છે. એટલું જ નહીં તેમની સામે આજ સુધી કોઈ પણ પ્રકારના ખોટા આક્ષેપો થયા નથી.

તો બીજી બાજુ વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર તરીકે નો ચાર્જ સંભાળનાર શાલીની અગ્રવાલ ની પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રસંશનીય કામગીરી રહી છે. વરસાદના કપરા કાળમાં શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાની વરસાદની કામગીરી ખૂબ સફળતા પૂર્વક કરી હતી. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કલેક્ટર અને કમિશનરનો બંને ચાર્જ  શાલિની અગ્રવાલ એકસાથે સાંભળી ચૂક્યાં છે.તેમણે વડોદરાને જળ સંચય ક્ષેત્રે અગ્રણી હરોળમાં મૂક્યું છે.