સુરત : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરત ની ધરતી પર પગ મૂકતાં જ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યુ ?

સુરત : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરત ની ધરતી પર પગ મૂકતાં જ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યુ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત :  વિધાનસભાની 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત માં પોતાની પકડ મજબૂત કરવાના પ્રયત્નો કરી રહી છે.એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સરકાર બનાવવાના દવાઓ કરાઈ રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી એવા મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવ્યા છે.

સુરત એરપોર્ટ દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે અને ગુજરાતની હવા બદલાઈ રહી છે. આજે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. જોકે મનીષ સિસોદિયાની મુલાકાતને લઈને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આજે સુરતમાંથી અનેક મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.