સુરત : દેશના સૌથી લાંબા સાયકલ ટ્રેક પર સાયકલ રાઈડ 2022 યોજાઈ : SMC કમિશ્નર,મેયરે પણ સાયકલીંગ કર્યું

સુરત : દેશના સૌથી લાંબા સાયકલ ટ્રેક પર સાયકલ રાઈડ 2022 યોજાઈ : SMC કમિશ્નર,મેયરે પણ સાયકલીંગ કર્યું

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મેયર હેમાલી બેન બોઘાવાલા તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ સાયકલ રાઈડમાં જોડાયા અને ઉત્સાહ વધાર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતને સ્વચ્છ સુરત ઉપરાંત પ્રદૂષણ મુક્ત સુરત તેમજ સ્વસ્થ્ય સુરત નું નિર્માણ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરતના ભરથાણા વેસુ ખાતે વીઆઈપી રોડ પર સુમન ભાર્ગવ આવાસની નજીક માં surat cycle ride 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 500 જેટલા યુવકો-યુવતીઓએ ઉત્સાહપૂર્વક સાયકલ રાઈડમાં ભાગ લીધો હતો.

Surat cycle ride 2020 ને સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા એ ફ્લેગમાર્ચ આપીને સાયકલ રાઈડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ રાઈડ માં માત્ર યુવક-યુવતીઓએ જ નહિ પરંતુ વાનપ્રસ્થાશ્રમ માં પ્રવેશી ચૂકેલ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા વડીલોએ પણ સાઇકલ રાઈડ માં ભાગ લીધો હતો. સાયકલ રાઈડ માં ભાગ લેનાર ૭૦ વર્ષના દિનેશભાઈ મશરુવાળાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી સાયકલ ચલાવે છે અને તેમણે તેમના સાયકલિંગ ના શોખને પુરો કરવા માટે સાઉથ કોરિયા થી ૨૭ જેટલી આરામદાયક ચેરમાં બેસીને ચલાવી શકાય તેવી સાયકલો ની ખરીદી કરી છે. તેમણે ગોવા અને કેરલ જેવા શહેરોની સફર માત્ર સાયકલિંગ દ્વારા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે સમગ્ર દેશમાં માત્ર અને માત્ર સુરતમાં ૭૫ કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે 22 માર્ચ 2020 ના રોજ સવારે 7:00 યોજાયેલ surat cycle ride માં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મેયર તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના નગરસેવકોએ cycle ride માં ભાગ લઈને સર્વે નો ઉત્સાહ વધાર્યો હતો.