રૂપાણીના રાજકોટમાં લાલીયાવાડી : હોસ્પિટલોમાં ખાલી બેડ અંગેની માહિતીને લઈ લોકોએ સોશ્યલ મીડિયામાં શાસકો વિરુદ્ધ છેડયું અભિયાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં ચાલતી લાલીયાવાડી બહાર આવી છે રાજકોટમાં કોરોના ના વધતા જતા કેસો માટે દર્દીઓને સારવાર મેળવવા આમ તેમ ભટકવુ પડી રહ્યું છે કારણ કે કઈ હોસ્પિટલ માં કેટલા બેડ ખાલી છે તેની માહિતી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ થઇ રહી નથી જેથી રાજકોટવાસીઓ માં સ્થાનિક નગરપાલિકા તંત્ર પ્રત્યે પણ ઉગ્ર રોષ ભભૂકયો છે
જેને લઈ રાજકોટમાં બેડની સ્થિતિ જણાવવા કોઈ પોર્ટલ ન હોવાથી રાજકોટવાસીઓએ ટ્વિટરમાં HelpRajkot હેશ ટેગ અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની સ્થિતિ જણાવવા અંગે પોર્ટલ બનાવવા માટે શહેરીજનો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જો કે, અનેક લોકો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પોર્ટલ બાબતે રજૂઆત કરી ચુક્યા છે.પરંતુ આ મામલે કોઈપણ પ્રકારની કામગીરી ન થતી હોવાથી લોકોએ મ્યુનિસિપલ કમિશનલ અને શાસકોને જગાડવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. રાજકોટવાસીઓ RajkotNeedsBedPortal અને HelpRajkot હેશ ટેગ કરીને અભિયાન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અન્ય મહાનગરોમાં હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે ઓનલાઇન પોર્ટલ ચાલુ કરાયા છે.