ઊંઝા સીટી સર્વે કચેરી મુદ્દે બેઠકમાં ધારાસભ્ય આવ્યા પણ પ્રાંત અધિકારી ના ફરક્યા : મીડિયાની હાજરીથી કોણ ચોકી ગયું ?
પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ અંગત રસ લઈ સીટી સર્વે કચેરી ની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવ્યાં હતાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : છેલ્લે કેટલાક સમયથી ઊંઝા શહેરમાં આવેલ સીટી સર્વે કચેરીમાં નામ ચડાવવા જેવા પ્રશ્નોને લઇ અરજદારોમા ભારે આક્રોશ ફેલાયો હતો. જેને લઇ ઊંઝા મામલતદાર કચેરીએ ધારાસભ્યની અધ્યક્ષતામાં એક મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રાંત મામલતદાર ગેરહાજર રહ્યા હતા
પરિણામે ઊંઝા મામલતદાર એ અરજદારોના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો જો કે એક સાથે ઘણા બધા અરજદારો કચેરીમાં ધસી આવતો છેવટે પાંચ થી સાત લોકોને બેઠકમાં હાજર રાખી બાકીના અને બહાર ખસેડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ઊંઝા શહેરમાં આવેલ સીટી સર્વે કચેરીમાં છેલ્લાં ઘણા સમયથી લોકોનાં કામ ટલ્લે ચડ્યા છે. અધિકારીઓ દ્વારા કચેરીમાં કામ લઈ જતા અરજદારોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમજ આ કચેરીમાં નાણાં વગર કોઈ કામ થતું ના હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ,ઊંઝા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલ એક અરજદારે જણાવ્યું હતું કે પટેલ ગંગારામ મોહનલાલ રહે તુલસીનગરએ 18 મહિના અગાઉ મિલકત ટ્રાન્સફર કરવા માટે અરજી આપી હતી. તેઓએ 1080 માં મિલકત ખરીદી હતી બાદ 7/12 ના ઉતારામાં તેમજ ઈધરા રેકોર્ડ માં નામ દાખલ કરવામાં આવ્યુ છે જૉકે વર્ષ 2012માં આ દફતર સીટી સર્વે કચેરી ખાતે મોકલતા જૂના ખેડૂતોના નામે મિલકતો ચડાવી દીધી હતી જયારે સીટી સર્વે કચેરીમાં જઈએ ત્યારે પેપર પુરાવા માંગે છે કોઈ ઉકેલ લાવવા નથી.
અગ્રણી મીડિયા રિપોર્ટ મુજબ ઊંઝાના જાગૃત નાગરિક અગ્રણી મહેન્દ્રભાઇ બજરંગએ જણાવ્યું હતું કે અગાઉ ડો.આશાબેન પટેલે રસ લઈ સીટી સર્વેની ફરિયાદો નિવારણ લાવ્યા હતા. અધિકારી લેવલે લોકોને ખુબજ હેરાનગતિ થાય છે એ મોટો પ્રશ્ન છે. જોકે આ બેઠક દરમિયાન મીડિયા કર્મીઓ આવતા ધારાસભ્ય ચોકી ઉઠ્યા હતા. ક્યાંક ને ક્યાંક મીડિયાની હાજરી લઈ ધારાસભ્યને અજુગતી લાગી હતી.