ઊંઝા : નાણાકીય વર્ષ પૂર્ણ થતાં બેઠક મળી : વેપારી એસોશિયનના હોદ્દેદારોએ APMC ની કામગીરી બિરદાવી

ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં ઊંઝા એપીએમસીએ અનેક સફળતાના શિખરો સર કર્યા

ઊંઝા : નાણાકીય વર્ષ પૂર્ણ થતાં બેઠક મળી :  વેપારી એસોશિયનના હોદ્દેદારોએ APMC ની કામગીરી બિરદાવી

 મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ)  : એશિયાનું સૌથી મોટુ માર્કેટ યાર્ડ એપીએમસી ઊંઝા ખૂબ જ પ્રચલિત છે. એટલું જ નહીં પરંતુ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં ઊંઝા એપીએમસી દિન પ્રતિદિન સફળતાના શિખરો સર કરી રહ્યું છે.

ત્યારે નાંણાકીય વર્ષ પૂર્ણ થતાં વેપારીઓ સાથેની ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ, ડિરેક્ટરશ્રીઓ તથા સેક્રેટરીની ઉપસ્થિતિમાં ઊંઝા માર્કેટયાર્ડ ખાતે સૌહાર્ય પૂર્ણ વાતાવરણમાં મિટિંગ યોજાઈ.

જેમાં જુદા જુદા વેપારી એસોિયેશનના હોદ્દેદારોએ APMC ની કામગીરીને બિરદાવી હતી. તેમજ વેપારીઓએ પણ ચેરમેનની હકારાત્મક કામગીરીથી APMC માં વેપાર અને આવક પણ વધવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ચેરમેન શ્રી દિનેશભાઈએ ઊંઝા APMC ની રેકોર્ડ બ્રેક પ્રગતિ માટે વેપારીઓનો આભાર માની અભિનંદન આપ્યા હતા. તથા નિયામક દ્વારા અપાતા યુનીફાઇડ લાયસન્સની પ્રક્રિયા અને નિયમોથી વેપારીઓને માહિતગાર કર્યા તથા તેમને પડતી મુશ્કેલીઓ નિયામકશ્રીના ધ્યાને લાવી સરળતા કરવા ખાતરી આપી હતી.