સુરત મનપા કમિશ્નરે મહિલાઓને આપી ખુશ ખબર : 9 એપ્રિલે યોજાશે ' સુરત સાડી વોકેથોન ' : આ રીતે કરો રજીસ્ટ્રેશન

સુરત મનપા કમિશ્નરે મહિલાઓને આપી ખુશ ખબર : 9 એપ્રિલે યોજાશે ' સુરત સાડી વોકેથોન '  : આ રીતે કરો રજીસ્ટ્રેશન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત ને મીની ભારત માનવામાં આવે છે સુરત ડાયમંડ ઉપરાંત ટેક્સટાઇલ માટે ખૂબ જ જાણીતું છે સુરતની સાડીઓ દેશભરમાં મશહૂર છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી દ્વારા સુરત શહેરની મહિલાઓ માટે 9 એપ્રિલ ના રોજ  ' સુરત સાડી વોકેથોન ' નું આયોજન કરવામાં આવ્યું છે.

Municipal Commissioner Smt Shalini Agrawal IAS appeals for participation in 

SURAT SAREE WALKATHON

on 09-April-2023 06:30AM

Route (3Km): Police Parade Ground to Jani Locho to Police Parade Ground.

Dress Code: SAREE

Scan QR code for registration or visit suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા વિડીયો સંદેશ મારફતે જણાવવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી સાડી એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બીજી બાજુ સુરત શહેર સાડી ના ટેક્સટાઇલ માર્કેટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. વળી સુરત એક મીનીભારત છે, જ્યાં જુદા જુદા રાજ્યોની મહિલાઓ વસવાટ કરે છે. ત્યારે આ તમામ મહિલાઓ ને વિવિધ સાંસ્કૃતિક સ્ટાઈલમાં સાડી પહેરી 9 એપ્રિલ,2023 ને સવારે 6.30 વાગે યોજાનાર ' સાડી વોકેથોન ' માં ભાગ લેવા આમંત્રિત કરાઈ છે.આ  સાડી વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી જાની લોચો થી પરત પોલીસ ગ્રાઉન્ડ સુધી યોજાશે.ભાગ લેવા ઈચ્છિત મહિલાઓ suratmunicipal.gov.in ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી શકે છે.