સુરતની ગોકુલધામ ગણાતી આ સોસાયટીમાં નૃત્ય નાટીકા 'ફર્ક પડતા હૈ' એ ધૂમ મચાવી, જુઓ વીડિયો

સુરતની ગોકુલધામ ગણાતી આ સોસાયટીમાં નૃત્ય નાટીકા 'ફર્ક પડતા હૈ' એ ધૂમ મચાવી, જુઓ વીડિયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : તાજેતરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરતમાં વેસુ ભરથાણા ખાતે આવેલ સુમન ભાર્ગવ સોસાયટીમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુમન ભાર્ગવ ની બિલ્ડીંગ-ઇ ની બાળાઓ/યુવતીઓ દ્વારા એક આબેહૂબ ગણેશ સ્તુતિ નાટ્યાત્મક રીતે રજૂ કરીને તેમની અનોખી યુવા શક્તિ નો પરિચય આપ્યો હતો.

સુમન ભાર્ગવ પ્રધાનમંત્રી આવાસમાં બિલ્ડીંગ-ઇ ની બાળાઓ/યુવતીઓએ ઝિલ વર્સેટાઈલ સ્ટાઈલસ પ્રસ્તુત,ઝિલ મોદી ના નેતૃત્વ અને પ્રશિક્ષણમાં માત્ર જૂજ દિવસોમાં ગણેશ વંદના તૈયાર કરીને આપણી ધાર્મિક સંસ્કૃતિને નાટ્યાત્મક રીતે ઉજાગર કરી હતી. જેમાં તેમણે અલગ અલગ ધૂન અને સંસ્કૃતના શ્લોકો ને સંગીત સાથે લયબદ્ધ બનાવીને જુદા જુદા અવતારોની અને આપણા જીવન પર તેની શી અસર પડે છે તેની સ્પષ્ટ રીતે નૃત્ય અને અભિનય દ્વારા છણાવટ કરી હતી .સૌ કોઈએ આ દીકરીઓની કલાની પ્રસંશા કરી હતી.