વિજાપુર : ભાજપે રમણ પટેલને રિપીટ કરતાં જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો : વાયરલ થયા આવા મેસેજ

વિજાપુર : ભાજપે રમણ પટેલને રિપીટ કરતાં જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો : વાયરલ થયા આવા મેસેજ

મોર્નિંગ ન્યૂઝ ફોકસ (સુના સો ચુના) : ભાજપ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં વિજાપુર બેઠક પરથી ભાજપે રમણ પટેલને રીપીટ કર્યા છે. જેને લઈને ભાજપના જ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે ઉમેદવારો નું લિસ્ટ જાહેર થાય તે પહેલા પણ શરૂઆતથી જ રમણ પટેલને ટિકિટ આપવા સામે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમ છતાં ભાજપે રમણ પટેલને રીપીટ કરતા કાર્યકરોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, નીતિન પટેલે રમણભાઈ પટેલની ટીકિટ ભલે પાક્કી કરાવી લીધી પણ રમણભાઈ પટેલ સામે સ્થાનિક કાર્યકરોના વિરોધને નજર અંદાજ કરાતાં આ મામલો કમલમ સુધી પહોંચે તો નવાઈ નહીં, સ્થાનિક ધારાસભ્ય સામે ભાજપના કાર્યકરોએ અગાઉ પણ મીટિંગો કરી વિરોધ નોંધાવ્યો હતો પણ જેમને જીતાડવાની જવાબદારી છે એવા સ્થાનિકોની અવગણના કરી ભાજપે રમણભાઈ પટેલને ટિકિટ આપતાં અહીં વિરોધ વધી રહ્યો છે. આવતીકાલે આ મામલે ગાંધીનગર સુધી રજૂઆતો કરવા એકઠા થવાના મેસેજો વાયરલ થયા છે. આમ ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો વિરોધ રમણભાઈ પટેલને ભારે પડી શકે તેમ છે.