સુરત : સ્મિમેરમાં હવે નહિ ચાલે લાલીયાવાડી : મ્યુનિ.કમિશ્નરે લીધો મોટો નિર્ણય
સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલે લીધો મહત્વનો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત મા 400 કરોડનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અનેકવાર લાલિયા વાડીના કિસ્સા બહાર આવ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલીની અગ્રવાલે સ્મીમેરમાં ચાલતી લાલિયાવાડીને અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે.
અત્યાર સુધી સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં કોલેજના ડીન જ સર્વોપરી રહ્યા છે પરંતુ તેઓ કેટલાક કિસ્સામાં પાલિકાના પદાધિકારી અને મ્યુનિ. કમિશ્નર સાથે સીધા સંકલન કરી શકતાં નહિ હોવાને કારણે કેટલીક અનિવાર્ય હોય તેવી કામગીરીમાં વિલંબ થવાના કિસ્સા બહાર આવ્યા છે. આવા પ્રકારની સ્થિતિ ઉભી થાય છે ત્યારે પાલિકા તંત્રની ઇમેજ ને ધબ્બો લાગે છે . આવી સ્થિતિ ન થાય તે માટે હાલ મ્યુનિ . કમિશ્નરે પહેલી વાર સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટના સુપરવિઝન ડેપ્યુટી કમિશનર જે.એન. વાઘેલા ને જવાબદારી સોંપી છે .
મોનીટરીંગ અને અન્ય વિભાગો સાથે સંકલનની કામગીરી માટે વિશેષરૂપે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સ્મીમેર હોસ્પિટલના સુપરવિઝન માટે જે.એન. વાઘેલા નો ઓર્ડર કર્યો છે.જો કે હાલમાં વિશ્વના અન્ય દેશોમાં કોવિડ સંક્રમણ થઈ રહ્યું છે અને તે ભારતમાં પ્રવેશે તેવી ભીતી છે . તેથી હાલમાં જો કોવિડની સ્થિતિ આવે તો પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પીટલમાં દદીઓ માટે જે વ્યવસ્થા ઉભી કરવાની હોય તે વ્યવસ્થા માટે વિવિધ એજન્સી ઉપરાંત પાલિકાના વિવિધ વિભાગ અને મ્યુનિ . કમિશ્નર તથા શાસકો સાથે સીધું સંકલન થાય તે માટે ઓર્ડર કરાયો છે .