ઊંઝા/વડનગર : પાલિકાના કાર્યક્રમમાં અનાવરણ તકતી માં ધારાસભ્યનું નામ ભૂલાઈ ગયું કે...? અનેક તર્ક-વિતર્ક

ઊંઝા/વડનગર : પાલિકાના કાર્યક્રમમાં અનાવરણ તકતી માં ધારાસભ્યનું નામ ભૂલાઈ ગયું કે...? અનેક તર્ક-વિતર્ક

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : વડનગર શહેરમાં સમાવિષ્ઠ ધારપુર , સુતાયડીપરા અને ખાંભોક પરા વિસ્તારના 5 હજાર જેટલા લોકોની વર્ષો જૂની પાણીની માંગ સંતોષાઈ છે.ત્રણેય પરા વિસ્તારમાં 3.26 કરોડના ખર્ચે સમ્પ અને ટાંકી બનાવી પાણી પહોંચાડાયું હતુ . સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજનાના નલ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાનું ગુરુવારે સુતાયડીપરામાં મહેસાણાના સાંસદના અને પાલિકાના પદાધિકારીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડનગર ખાતે યોજાયેલ આ લોકાર્પણ સમારોહમાં ઊંઝા વડનગરના ધારાસભ્ય ની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જેને લઇને અનેક તર્ક વીતર્ક શરૂ થયા હતા. બીજી ચર્ચા એવી જાગી હતી કે લોકાર્પણ તકતીમાં સંસદ શારદાબેન પટેલ ઉપરાંત સાંસદ જુગલજી ઠાકોર ના નામનો ઉલ્લેખ કરાયો હતો પરંતુ જુગલજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા ત્યારે ઊંઝા વડનગરના ધારાસભ્ય ભલે ગેરહાજર હોય પરંતુ તકતીમાં પણ તેમના નામનો ઉલ્લેખ શા માટે કરાયો ન હતો તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

બીજી બાજુ લોકમુખે થતી ચર્ચા મુજબ, થોડાક સમય પહેલા ઊંઝા વડનગરના ધારાસભ્ય એ એક જાહેર કાર્યક્રમમાં વડનગરનું રાજકારણ ગંદુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.જે સ્ટેટમેન્ટ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યું હતું .ત્યારે વડનગર ભાજપમાં ધારાસભ્યને એવી તે શું ગંદકી દેખાય કે તેમણે જાહેરમાં આવું નિવેદન આપ્યું ? આ અંગે વડનગર ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ મોદીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય રાજકારણમાં નવા છે એટલે કદાચ એમને રાજકારણના શબ્દોના અર્થઘટન ની સમજ ના અભાવે આવું નિવેદન આપ્યું હોઈ શકે છે. વડનગર અને ઊંઝાના આ ધારાસભ્યના નેતૃત્વમાં ઊંઝા અને વડનગરમાં ભાજપમાં અંદરો અંદર વિવાદ વધી રહ્યો છે. ત્યારે ક્યાંક એવું તો નથી ને કે વડનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તકતીમાં ધારાસભ્ય નું નામ નહીં લખવા પાછળ વડનગર ભાજપની છુપી નારાજગી હશે કે કેમ ?