'મારું ગામ, કોરોના મુક્ત ગામ' ના તાયફાઓ વચ્ચે આ ગામમાં આરોગ્યકેન્દ્રને ખંભાતી તાળા : પરેશ ધાનાણીએ કહ્યું, 'હવે તો સત્ય સ્વીકારો'

'મારું ગામ, કોરોના મુક્ત ગામ' ના તાયફાઓ વચ્ચે આ ગામમાં આરોગ્યકેન્દ્રને ખંભાતી તાળા : પરેશ ધાનાણીએ કહ્યું, 'હવે તો સત્ય સ્વીકારો'

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  હાલમાં કોરોનાની મહામારીમાં રૂપાણી સરકાર આરોગ્યલક્ષી સગવડો પૂરી પાડવામાં સદંતર નિષફળ નીવડી રહી છે જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધ્યો છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે  વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમા સરકારી હોસ્પિટલોમાં મુલાકાતો કરીને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યા છે અને દર્દીઓને રૂબરૂ મળીને તેને મળતી સારવારની માહિતી મેળવી રહ્યા છે.

 ગઈકાલે કચ્છનાં ભુજ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ આજે મોરબીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇને જામનગર જતા વચ્ચે ધ્રોલ તાલુકાની મુલાકાત દરમ્યાન લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા.

જેને લઈ પરેશ ધાનાણી એ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,  ભાજપ સરકારને હવે શરમ આવવી જોઈએ કે, આટલી મહામારી છતાં સરકારને પેટનું પાણી પણ હલતું નથી. અને આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ રહેલી સરકાર મહામારીમાં ''મારૂ ગામ કોરોના મુક્ત ગામ''  જેવા તાયફાઓ રહી છે. હવે સરકારની એક પછી એક પોલ જાહેર થવા લાગી છે ત્યારે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ અને પ્રજાહિતમાં કામગીરી કરવી જોઈએ.