ધો.10 માં માસ પ્રમોશનના નિર્ણયથી વિવાદોમાં ઘેરાયેલી રૂપાણી સરકારે ધો.12 ની બોર્ડની પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રૂપાણી સરકારે શિક્ષણ વિભાગના અધિકારીઓ, વાલીઓ અને શિક્ષણવિદો ને અંધારામાં રાખીને ધોરણ 10માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરતાની સાથે જ અનેક વિવાદો શરુ થયા હતા. જોકે સરકારના આ નિર્ણયથી 'કહી ખુશી, કહી ગમ' જેવી સ્થિતિની નિર્માણ થયું છે. કારણ કે આખું વર્ષ તનતોડ મહેનત કરનાર વિદ્યાર્થીઓ ને જ્યારે માસ પ્રમોશન નિર્ણયની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. તો બીજી બાજુ માત્ર પાસ થવાનો હેતુ ધરાવતા વિદ્યાર્થીઓ માં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. જ્યારે શિક્ષિત વાલીઓ અને શિક્ષણ વિશારદ તેમજ શાળા સંચાલકોએ સરકારના આ નિર્ણયનો મહત્વ વિરોધ કર્યો છે.
જો કે સરકારનો ધોરણ 10માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય ભલે હાલના સમયમાં યોગ્ય ગણવામાં આવી રહ્યો હોય પરંતુ દૂરોગામી અસરો વિપરીત બની શકે છે. તેમ જ આગામી સમયમાં અનેક મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. ત્યારે હવે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે કે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકાર લેશે નિર્ણય.ધોરણ 10 પછી પણ ડિગ્રી અને ડિપ્લોમાં પ્રવેશ મામલે રાજ્ય સરકાર એક વિશેષ કમિટીની રચના કરશે, જે ચોક્કસ પ્રકારની એક નીતિ બનાવશે.