વેપારીઓની રૂપાણી સરકારને ચીમકી : 18 મી પછી વેપાર ધંધા શરૂ નહીં કરવા દેવાય તો....જાણો શુ કરવાની આપી ચેતવણી
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજય સરકારે સમગ્ર રાજ્યમાં તા.18 મે સુધી આંશિક લોકડાઉનનાં નિયંત્રણો લંબાવ્યા છે, જેમાં કેટલાક સમયથી નાના વેપારીઓ રોષે ભરાયા હતા અને અધકચરા લોકાડાઉનના કારણે નાના વેપારીઓની અવદશા થવા પામી છે. એક સાથે દુકાનો ખોલવાની કાનૂન ભંગની ચીમકી ઉચ્ચારી હતી.જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે.
ગુજરાતનાં વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનૂન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ 60 ટકા વેપાર-ધંધાને છૂટછાટ છે. માત્ર 40 ટકા બંધ છે. અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી. કોરોના ચેન તોડવી જ હોય તો સંપૂર્ણ લોકડાઉન લાદી દો અથવા તમામ વેપાર-ધંધાઓને છૂટછાટો આપવામાં આવે.