ભાજપના સ્વરૂપજી ઠાકોરનું વિજય સરઘસ જોવા ગયેલ ઠાકોર સમાજના બે યુવાનો મોતને ભેટ્યા : જાણો સમગ્ર ઘટના
ભાજપના વાવ વિધાનસભાના ચૂંટણી જીતેલા ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું વિજય સરઘસ જોવા જતા બે આશાસ્પદ યુવાનોએ ગુમાવ્યો જીવ
મુતક...
1.ઠાકોર જોઘા ભાઈ અરજણ ભાઈ રહે રૂની (ઉં.વર્ષ આશરે 30 )
2. ઠાકોર કલા ભાઈ વિસાભાઈ રહે રૂની (ઉં.વર્ષ આશરે 30 )
મોર્નિંગ ન્યુઝ ફોકસ (ભાભર - ગોપાલ પૂજારા) : ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. ત્યારે તેમની જીત થતાં તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ જોવા આવેલા રૂ ની ગામના બે ઠાકોર સમાજના યુવાનો કેનાલમાં ડૂબતા મોતને ભેટ્યા હતા જેને લઇ સમગ્ર પરિવાર તેમજ ગામમાં માતમ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા 23 નવેમ્બર ના રોજ વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ની જીત થતાં ભાભર સહીત વાવ, સુઈગામ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે દરમિયાન રાત્રી ના સમયે ધરણીધર ભગવાન ના દર્શન કરી ઢીમા થી ભાભર તરફ ફરતો તેમનું વિજય સરઘસ આવી રહ્યો હતો તે દરમિયાન રૂની ગામના ઠાકોર સમાજના બે લોકો સુથાર નેસડી કેનાલ પાસે વરઘોડો જોવા માટે ઉભા હતાં તે દરમિયાન અંધારપટ ના કારણે કેનાલ ન દેખાતા રૂની ગામના ઠાકોર સમાજના બે લોકો સુથાર નેસડી કેનાલમાં પડતાં બંને ના મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
રાત્રી દરમિયાન વિજય નો વરઘોડો જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચી હોવા ના કારણે ન દેખાતા એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો ભાઈ બચાવવા જતા બંને કેનાલો માં ડુબ્યા હતા બંને યુવાનો ભાભર તાલુકા ના રૂની ગામના ઠાકોર સમાજ ના બંને કૌટુંબિક કાકા બાપાના ભાઈઓ હોવાનું સામે આવ્યું હતું અને આ બંને યુવાન ની શોધખોળ કરતા એક ની લાશ રાત્રે મળી જતાં બીજા ની લાશ સવારે મળતા બંને ના મુત દેહને રૂની ગામ માં લાવી ભારતીય સંસ્કૃતિ મુજબ અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ બંને ના મોત થી ઠાકોર સમાજ માં સહિત રૂની ગામ માં શોક નું મોજું ફરી વળ્યું હતું
આ બંને યુવાનો સુથાર નેસડી કેનાલ માં ડુબ્યા ના સમાચાર ગામના લોકો ને મળતા ગામ ના લોકો કેનાલ પર મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બંને ને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી અને બંને લોકો કેનાલ માં ડુબ્યા ના સમાચાર મળતાં ભાભર સહીત તાલુકા માં અરેરાટી વ્યાપી જવા પામી હતી.