ગુજરાત બજેટ 2024: આઠ નગર પાલિકાઓ મહાનગર પાલિકાઓ માં ફેરવાશે : મહેસાણા નો થયો સમાવેશ

ગુજરાત બજેટ 2024: આઠ નગર પાલિકાઓ મહાનગર પાલિકાઓ માં ફેરવાશે : મહેસાણા નો થયો સમાવેશ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરાયું.

3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વ વાળી ભાજપ સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં પરિવર્તિત કરવાનું જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરાઈ છે.

ગુજરાતની ની આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવાશે જેમાં નવસારી, ગાંધીધામ,મોરબી, વાપીને બનાવાશે મહાનગર પાલિકા -આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગર પાલિકા બનાવાશે.

આ અંગે મહેસાણાના સંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણાનો મહાનગરપાલિકાઓ બનાવવાની યાદીમાં સમાવેશ થયો છે તે ખરેખર આનંદની વાત છે અને આ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા મહાનગરપાલિકા બનવાથી શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જરૂરી ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. એટલું જ નહીં આજુબાજુના જે પણ વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે ત્યાં પણ વિકાસ થશે. તદુપરાંત રોજગારીની તકો વધશે સાથે સાથે સુરત અમદાવાદ અને વડોદરા ની જેમ વિકાસ ના મુદ્દે મહેસાણા પણ તેની હરોળમાં આવશે. મહેસાણા એ ઉત્તર ગુજરાતનું મહત્વનું કેન્દ્ર બનશે.

અત્રે નોંધનીય છે કે, નાણાંમંત્રી કનુભાઈ પટેલ દ્વારા આજે વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ઘણા સમયથી અનેક નગર પાલિકાને મહાનગર પાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં વધુ સાત નગર પાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવતા હવે મહાનગર પાલિકાની સંખ્યા 15 થવા પામી છે.