Breaking: કચ્છમાં ભૂકંપ : જેટ એવરેજના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ : સાબરકાંઠામાં જૂથ અથડામણમાં એકનું મોત
MNF Breaking: કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો નોંધાયો છે.રિક્ટર સ્કેલ આંચકાની તીવ્રતા 4.5 નોંધાઈ.દુધઈથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ હોવાનું મનાઈ રહ્યું છે.
538 કરોડના કેનરા બેન્ક કૌભાંડમાં જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની EDએ કરી ધરપકડ.જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શુક્રવાર સવારે ED અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા જે પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં જૂથ અથડામણની ઘટના બની છે.એક જ કોમના બે જૂથ વચ્ચે હિંગટીયા ગામે અથડામણ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.મોત થતા મામલો બીચક્યો હતો. મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ આવતા સ્થાનિકો દ્વારા પથ્થર મારો કરાયો હતો.