રાજસ્થાનમાં અકસ્માત: અમદાવાદના પટેલ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ
Mnf network: તા.26 અમદાવાદથી રાજસ્થાનમાં દર્શન કરવા ગયેલા પટેલ પરિવારના ચાર સભ્યોને ભીષણ અકસ્માત નડતા ત્રણના મૃત્યુ થયા છે અને એકની હાલત ગંભીર છે. ચાર મિત્રો રાજસ્થાનમાં તનોટમાતાના દર્શને ગયા હતા અને બાદમાં પરત આવી રહ્યા હતા તે સમયે એક અજાણ્યા વાહને તેમની કારને ઠોકરે ચડાવતા તેમાં પ્રવાસ કરતા ચાર મિત્રોમાંથી ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.
જેમાં જતીનભાઈ ગીરધરભાઈ પટેલ (ઉ.48), વિષ્ણુ પ્રહલાદભાઈ પટેલ (ઉ.50) અને જીજ્ઞેશકુમાર ચંદુ સુથાર (ઉ.50) તરીકે થઈ છે. જયારે વિષ્ણુભાઈ રમણભાઈ પટેલ (ઉ.49) ઈજાગ્રસ્ત હાલતમાં ડીસાની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે. સવારે ભારે ધુમ્મસ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોય તેવું મનાય છે.