Breaking : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ કોરોના પોઝીટીવ, સંપર્કમાં આવેલાઓને ટેસ્ટ કરાવી લેવા કર્યો અનુરોધ

Breaking : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ કોરોના પોઝીટીવ, સંપર્કમાં આવેલાઓને ટેસ્ટ કરાવી લેવા કર્યો અનુરોધ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના એ ભરડો લીધો છે.કોરોના કિસ્સાઓમાં દિનપ્રતિદિન ભારે ઉછાળો થયો છે જેને લઇને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. તો બીજી બાજુ ઓક્સિજન અને જીવનરક્ષક ગણાતા ઇન્જેક્શનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે. જોકે નેતાઓ પણ કોરોના થી પોતાની જાતને બચાવી શક્યા નથી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું તેમણે ટ્વિટર દ્વારા જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે. અત્રે નોંધનીય છે કે બંગાળમાં ચાલી રહેલી ચૂંટણીમાં રહી રહીને રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ કોરોનાની મહામારી જોતાં તેમણે રેલીઓ અને સભાઓ નહીં કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે અંતે રાહુલ ગાંધી પણ કોરોના ની અપડેટ માં આવી ગયા છે.