Breaking : ભાજપ પ્રમુખ જુગાર રમતાં ઝડપાયા : ટ્રેનમાં આગ લાગતાં 9 ના મોત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અમદાવાદના સાણંદમાં ગ્રામ્ય LCBએ જુગારધામમાં કરી રેડ. સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ વ્યાસ જુગાર રમતા ઝડપાયા. કમલેશ વ્યાસ હાલ નગરપાલિકામાં ક્લાર્કની નોકરી પર છે . 6થી વધુ જુગારીઓ 2 લાખ 97 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા.
મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગતા 9 લોકોના મોત. 20 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. લખનઉથી રામેશ્વરમ જઇ રહી હતી ટ્રેન
સ્ટેટ જીએસટી વિભાગના તમાકુના વેપારીઓ પર દરોડા, ઉંઝા, મહેસાણા, સુરત, વાપી, વલસાડ અને રાજકોટ ખાતે 29 પેઢીઓ ના 58 સ્થળો પર સર્ચ ઓપરેશન, 4.70 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ.
દેશમાં કોરોનાના 60 નવા દર્દીઓ મળ્યાં, એક્ટિવ કેસ 1500ને પાર