સુરત મા રક્ષાબંધન ની ઉજવણી
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા ક્રમાંક 318માં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ખૂબ સારી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ એકબીજાને શાસ્ત્રોત રીતે રક્ષાસૂત્ર બાંધે તેવો કાર્યક્રમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કેટલાક વાલીઓ અને સ્કૂલના શૈક્ષણિક સ્ટાફ તેમજ દાતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.