સુરતમાં મધ્યમ વર્ગના પરિવારની ઈમાનદારી, રસ્તામાં મળેલા 4 લાખ મૂળ માલિકને પરત કર્યા
Mnf network : સુરતના પુના વિસ્તારમાં આવેલા યોગીચોક નજીક પોતાના ભાઈને મકાન અપાવવા માટે પત્નીના દાગીના વેચી રૂપિયા ચાર લાખ લઈને મધ્યમ વર્ગના પરિવારના રૂપિયા રસ્તે પડી ગયા હતા.
હજુ પણ ઈમાનદારી રહી હોય તેવી એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના પુના વિસ્તારમાં રહેતા મુકેશ તળાવિયા પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં ચાર લાખ રૂપિયા પડેલી એક બેગ મળી આવી હતી. જોકે આ રૂપિયા અન્ય કોઈના નહીં પણ નજીકની સોસાયટીમાં રહેતા અશોક મૂંઝાની નામના વ્યક્તિએ પોતાના ભાઈને મકાન અપાવવાનું હોવાને લઈ પત્નીના દાગીના વેચી તેનાથી ચાર લાખ રૂપિયા લઈ ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પૈસા પડી ગયા હતા.
જોકે રૂપિયા મળતાની સાથે જ મુકેશ ભાઈ તળાવિયાએ નક્કી કરેલ કે પોતે પણ મધ્યમ વર્ગના પરિવારના હોવાને લઈ આ પૈસાની કોઈ માટે કેટલી કિંમત છે. આ રૂપિયા જેના છે તેને પરત કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી થોડા જ સમયમાં અશોકભાઈ પરિવાર સાથે રૂપિયા શોધતા અહીંયા પહોંચ્યા હતા અને પોતાના રૂપિયા છે તેવી ઓળખ આપવાની સાથે મુકેશભાઈના પરિવારને અશોકભાઈને રૂપિયા પરત કર્યા હતા.