સુરત : ઉમિયાધામ ખાતે મહા આરતીનું થયું આયોજન, 25 હજાર લોકોએ લીધો લાભ
સુરતના ઉમિયાધામ મંદિરમાં મહા આરતીનું કરાયું આયોજન
25,000 જેટલા લોકોએ મહા આરતી નો લાભ લીધો
મહા આરતીમાં 600 જેટલા સ્વયંસેવકો ખડે પગે ઊભા રહ્યા
150 જેટલી મશાલ યાત્રા નીકળી
આ મહા આરતી આશરે 20 મિનિટ સુધી ચાલી હતી.
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
મોર્નિંગ ફોકસ સુરત : હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આઠમના દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
જેના ભાગરૂપે સુરતમાં ઉમિયાધામ મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ₹25,000 જેટલા લોકોએ મહા આરતીમાં ભાગ લીધો હતો. મહા આરતીનું આ દ્રશ્ય જાણે કે આકાશમાંથી ટમટમતા તારલાઓ નીચે પૃથ્વી પર ઉતરી આવ્યા હોય તેવું સોહામણું દેખાતું હતું.