900 વર્ષ સુધી જીવતા હતા માણસો, આ કારણે લોકોની ઉંમર ઘટી. રશિયન વૈજ્ઞાનિકના વિવાદસ્પદ નિવેદનથી હંગામો
Mnf network: રશિયાના વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે એક પ્રતિષ્ઠિત જિનેટિક્સ સંસ્થાના વડાને બરતરફ કર્યા છે. તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકનું વિચિત્ર નિવેદન કહેવાય છે, વૈજ્ઞાનિકે દલીલ કરી હતી કે પહેલાના સમયમાં લોકો 900 વર્ષ સુધી જીવતા હતા, હવે લોકો વહેલા મૃત્યુ પામે છે કારણ કે તેમના પૂર્વજોએ ઘણા પાપ કર્યા હતા.
એલેક્ઝાન્ડર કુદ્ર્યાવત્સેવની બરતરફી માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ કુદ્ર્યાવત્સેવને બરતરફ કરવામાં આવ્યા બાદ રશિયન ચર્ચ રોષે ભરાયું છે. રશિયામાં પ્રભાવશાળી રશિયન ઓર્થોડોક્સ ચર્ચે આ નિર્ણયને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે. તે જ સમયે, આ કાર્યવાહી બાદ ભારે હોબાળો થયો છે.
રશિયન એકેડેમી ઑફ સાયન્સમાં વાવિલોવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ જેનેટિક્સના વડા કુદ્ર્યાવત્સેવે 2023માં એક કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું કે બાઈબલના યુગ પહેલા લોકો લગભગ 900 વર્ષ જીવતા હતા.
રશિયન ન્યૂઝ વેબસાઈટ મેડુઝા અનુસાર, 60 વર્ષીય વૈજ્ઞાનિકે એવો પણ દાવો કર્યો હતો કે "સાતમી પેઢી સુધીના બાળકો તેમના પિતાના પાપો માટે જવાબદાર છે." વિજ્ઞાનીએ પરિષદમાં દલીલ કરી હતી કે સર્જનની પ્રક્રિયામાં ભગવાન દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડ લોકોના પાપોને કારણે પડ્યું. જો કે, જ્યારે હોબાળો થયો ત્યારે તેણે કહ્યું કે આ તેમનો અંગત મત છે. આ કોઈ પણ રીતે રશિયન એકેડેમી ઑફ સાયન્સની સ્થિતિ નથી, કે ચર્ચની સ્થિતિ નથી. આ બધું જિનેટિક્સ સંસ્થાના કાર્યને કોઈપણ રીતે અસર કરતું નથી.